વાંકાનેરના આરોગ્ય મિત્ર ઇલ્મુદ્દીનભાઈ દેકાવડીયાને વિશિષ્ટ સેવા બદલ કલેકટર દ્રારા સન્માનિત કરાયા
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની અને વાંકાનેર વિસ્તારમાં આરોગ્ય તથા સમાજસેવા ક્ષેત્રે સક્રીય એવા યુવા કાર્યકર ઇલ્મુદ્દીનભાઈ દેકાવડીયાને આજરોજ સ્વંત્રતા પર્વ નિમિત્તે તેમણે વાંકાનેર વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે આપેલ વિશિષ્ટ ઉમદા સેવા તથા વર્ષ ૨૦૨૨-૨૪ દરમ્યાન જરૂરીયાત મંદ દર્દીઓની સેવાર્થે 45,000 કરતા વધુ આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઉત્કૃષ્ટ સેવા ઉપરાંત હાલ પણ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત ડાયાલિસિસ સેન્ટરમાં વિશિષ્ટ સેવા બદલ મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમનું મોરબી જિલ્લા કલેકટરના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પણ ઇલ્મુદ્દીનભાઈ દેકાવડીયાની વિશિષ્ટ કામગીરી બદલ વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હોય, જે બાદ સમગ્ર મોરબી જિલ્લામાં પણ તેમની ઉમદા કામગીરીથી પ્રભાવિત થઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.