Wednesday, November 20, 2024

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૨૫ લાભાર્થીઓ બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા કાયમી પ્રોજેક્ટના ભાગરૂપે રણછોડનગર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને ઉમિયા સર્કલ પાસે આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે સિવણ સર્ટિફિકેટ વિતરણ માટેઞો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ સિવણ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કુટીર ઉદ્યોગના અધિકારી વિશાલભાઈ દેત્રોજાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા તથા રમેશભાઈ રૂપાલા,કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી, ત્રિભોવનભાઈ સી ફુલતરિયા,ખજાનચી મણિલાલ કાવર,પરસોતમભાઈ કાલરીયા,મહંત બાબુભાઇ કડીવાર અને વિનુભાઈ ના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા.

આ સેવાકીય કાર્યક્રમમાં વિશાલભાઈ દેત્રોજાએ લાભાર્થીઓ બહેનોને સિવણ બ્યુટી પાર્લર તેમજ ભરત ગુંથણની ખૂબ સરસ માહિતી આપી હતી તેમજ રમેશભાઈ રૂપાલા એ પણ લાયન્સ કલબ ઓફ મોરબી આવા સેવાકીય પ્રકલ્પો સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કુટુંબો માટે ચલાવે છે અને દેવકરણભાઈ આદ્રોજાએ પણ વંચિત પરિવાર અને સમાજમાં આર્થિક નબળા વર્ગના કલ્યાણ માટે લાયન્સ ક્લબ સાથે જોડાઈને આવા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.તો આ સેવાકીય કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના સંચાલિકા કાજલબેન જાની, હેતલબેન ભટ્ટ અને જયશ્રીબેન રાઠોડ પણ હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર