આપડો દેશ આઝાદ તો થયો પણ મોરબીવાસીઓને સમસ્યાઓથી આઝાદી ક્યારે?
1947મા દેશ આઝાદ થયો બાદમાં 1960મા મહારાષ્ટ્રમાથી ગુજરાત અને ગુજરાતના એક નવા જિલ્લા તરીખે મોરબી લગભગ એક દશકથી કાર્ય રાત છે. પરંતુ આટલા લાંબા વર્ષોની આ પ્રક્રિયા છતાં પણ મોરબીનો નાગરિક પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યો છે.
ઉભરાતી ગટરો શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા, ગંદગી વર્ષો જૂની ગારા કીચડની સમસ્યા છતાં મોરબીના ધારાસભ્ય અવારનવાર ડંફાસો મારતા વીડિઓ મૂકી પ્રજાને ગુમરાહ કરતા જ રહે છે.
રાજ્યની પ્રથમ નંબરની નગરપાલિકા હવે મહાનગરપાલિકા થવા જઈ રહી છે પણ શું મોરબી શહેર તેને લાયક છે ખરું કેમ કે કેટલીક પાયાની સુવિધાથી આજે પણ મોરબી વાશીઓ વંચિત જ છે. શાકમાર્કેટ પાસે ઉભરાતી ગટર સમસ્યા માત્ર વરસાદ પૂરતી જ સીમિત નથી આ સમસ્યા કાયમી સમસ્યા છે જેનો ઉકેલ હજારો રજુઆત છતાં ઝીરો આવ્યો છે તો વર્ષોથી મોટો ટેક્સ આપતું લાતી પ્લોટ વરસાદી સમયે ગંદકી નગર બની જાઈ છે પણ માત્ર નિવેદન દેવા સિવાય કોઈ કાંઈ કરી નથી શક્યું લાતી પ્લોટની સમસ્યા જેમની તેમ જ છે.
આ બન્ને સમસ્યા વર્ષો જૂની છે અને એક બે નહી હજારો વાર ફેકુ આગેવાનો ચૂંટણી સમયે વાયદા કરી ગયા છે કે આ વર્ષે તેનો નિવાડો આવી જશે પણ હજુ તે વર્ષ આવ્યું જ નથી કે શાક માર્કેટ અને લાતી પ્લોટની પ્રજા રાહત અનુભવે
ખેર આતો વર્ષો જૂની સમય છે પણ આની સાથે દાર ચોમાસામાં ભોગવી પડતી સમસ્યામાં ખાડા ખબડા વારા રોડ પણ માથાનો દુઃખાવો છે મોરબીના મુખ્ય માર્ગો ઉપર કેટલા ખાડા છે તે આપણે બધા જાણી જ છીએ અને આ તકલીફ કોઈ ક્યારેય દૂર નહી કરી શકે કેમ કે કોલસાની દલાલીમાં બધાના હાથ કાળા જ છે. કોન્ટ્રાક્ટર પાસેથી માલ મળી જતો હોઈ પછી નેતાજી વિરોધ થોડો કરે.. આ ઉપરાંત મોરબી શહેર ગારા કીચડનું બીજું ઘર છે શહેરનો એક પણ મુખ્ય માર્ગ કે આંતરિક માર્ગો ઉપર ગારોનો જોવા મળે તેવું બને જ નહી ઠેર ઠેર ગંદકી અને ગારો કીચડના કારણે વરસાદી મોસમ સમયે દવાખાના દર્દીથી ઉભરાતા જોવા મળે છે પણ હરામ જો કોઈ રાજકીય આગેવાન ક્યારેય કાંઈ કરે તો.
ભાજપની લાગણીમા ખેંચાય મોરબીની જનતાએ આ વખતે 52 ને 52 નગર સેવકો ભાજપના ચુટયા હતા કે તેમનો કાંઈ ઉધાર થશે પણ થયું શું આજની તારીખે મોરબી નગરપાલિકા પાસે સ્વ ભંડોળનું તળિયું ખાલી છે. વિકાસ કામો માટે પૈસા જ નથી તો આ પૈસા કયો નેત કે કયો અધિકારી ગરચી ગયો કોણ પોતાનું પેટ ભરી મોરબીની જનતાને આમ હેરાન કરવા રામ ભરોસે મૂકી રહ્યો છે આનો પણ એક વીડિઓ તો કાંતિભાઈ એક બનાવો જોયે કે કેવી રીતે પ્રજાને ઉલ્લુ બનાવો છો અને કેવા કેવા ભ્રસ્ટાચાર તમારા નગરપાલિકામા થઈ રહ્યા છે.
આ ઉપરાંત એક એવું સ્થળ બતાવો જ્યાં મોરબીની પ્રજા પોતાના સંતાનો સાથે શાંતીની સાંજ કાઢી શકે સરદાર બાગ સૂરજ બાગ કેસર બાગ આ બધા નામના જ બાગ છે ત્યાં એક મિનિટ પણ બેસી શકાય તેવી સ્થિતિ નથી. ઈતિહાસિક ધરોહર ધરાવતા મોરબી પાસે છે શું કે જેના ઉપર ગર્વ લઇ શકે એક માત્ર ઝુલતું પુલ હતો જે રાજકીય આગેવાનોની મેલી મુરાદોના કારણે 135 લોકોના ભોગે કાયમી ઇતિહાસ બની ગયો જે ઘટના મોરબીના ઇતિહાસમા એક કલંક સમાન નોંધાય ગયા છે.આ ઘટનામાં માત્ર ઉધોગપતિ સિવાય કોઈ પાલિકાના કાઉન્સિલર કે અધિકારીઓનો વાળ પણ વાંકો થયો નથી.
મોરબી શહેરની એક નહી અનેક સમસ્યા છે આવા સમયે 78મો આઝાદીનો ઉત્સવ ઉજવો તો છો પણ પેહલા પાયાની સુવિધા તો આપો પછી આઝાદીની વાત કરો મોરબી શહેર એક સારી નગરપાલિકાને લાયેક પણ નથી છતાં શહેરની જનતા માથે મહા નગરપાલિકાનું ભારણ મૂકી રહ્યા છો અને ખુદની ખુદ જ વાહ વાહ કરી ડંફાસ મારી રહ્યા છો કાંઈ તો શરમ કરો… ઇતિહાસ આવા લોકોને ક્યારે માફ નથી કરતો આવા રાજકીય આગેવાનો માત્ર ઇતિહાસના પાને કાળા અક્ષરે જ લખાય છે.