મોરબી શહેરમા તિરંગા ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા કોંગ્રેસની માંગ
મોરબી શહેરમાં થતું તિરંગાનુ અપમાન અટકાવવા કલેકટરને કોંગ્રેસની રજુઆત
મોરબી: મોરબી શહેરમાં અપમાન જનક સ્થિતિમાં લાગેલા તિરંગાઓને ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેકટરને કરી લેખિત રજૂઆત.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા તારીખ ૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે. જે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફલેગ કોડ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. જેના કારણે આ અભિયાન સન્માનની જગ્યાએ તિરંગાના અપમાનમાં બદલી રહ્યું છે. તો તાત્કાલીક ધોરણે મોરબી શહેરમાં અપમાન જનક સ્થિતિમાં લાગેલા તિરંગાઓને ફલેગ કોડ નિયમ મુજબ લગાવવા આવે નહી તો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવાની ચિમકી.