મોરબી: શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેશ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
ત્યારે મોરબીના સામાકાઠે આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી ઉમા ટાઉનશીપની પાછળના ભાગે આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રાવણ માસમાં દર સોમવારે ફરાળ અને બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ફરાળ તથા બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળ, બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ના ધર્મપત્નિ માતુ શ્રી વીરબાઈ માઁ ની ૧૪૬મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદ ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી ના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીના બહેનો દ્વારા ધૂન-ભજન કરી...
શકિતમાન નામની સિરિયલમાં અંધેરા કાયમ રહેગા ડાયલોગ બોલવામાં આવતો હતો એ ડાયલોગ જાણે મોરબી શહેર માટે બન્યો હોઈ તેવો ઘાટ હાલમાં સર્જાયો
મોરબી નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં તમામ રોડ રસ્તા ઉપર અંધારાનું સામ્રાજ્ય છે ત્યારે ધારાસભ્ય આ વાતથી જાણે અંધારામાં હોય એવું લાગી રહ્યું...
મોરબી તાલુકાના રવાપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચીયા (ઉ.વ.૩૦) નામના યુવકે રવાપર નદી ગામના સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...