Monday, November 18, 2024

મોરબીમાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં તા.૦૫/૦૮/ ૨૦૨૪ થી તા.૧૦/૦૮/૨૦૨૪ (દિન-૦૬) માટે “સ્પેશીયલ સ્કુલ વાન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ / ફાયર એક્સટિંગ્વિશર / લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘંન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તેમજ મોરબી આર.ટી.ઓના કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કામગીરી સાથે જોડાયેલ હતા.

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.

સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-૬૩૦ સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા તથા ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૭૩ સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ છે જેને ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂ-૩૮૦૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ અને આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૩ સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવેલ તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ. તથા શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ આપવામાં આવેલ અને આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર