ટંકારાના બંગાવડી સિંચાઇ યોજનામાં ડેમની ઉંચાઇનુ કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગાવડી સિંચાઇ યોજનામાં ઉંચાઈ વધારી કામ જલ્દી પૂર્ણ કરવા ઓટાળા , બંગાવડી , રસનાળ, ટીંબડી સહિત પાંચ ગામોના સરપંચો દ્વારા મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
ટંકારા તાલુકાના ઓટાળા બંગાવડી, દેવળીયા તથા જોડીયા તાલુકાના ટીંબડી, રસનાળ સહિતના ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીત રજુઆત કરતા જણાવ્યું હતું કે બંગાવડી સિંચાઈ યોજના વર્ષ ૧૯૮૪ માં સરકાર દ્રારા બનાવવામાં આવેલ ત્યારે ડેમનું લેવલ ૪૧.૩૦ મીટરનું હતુ. ત્યાર પછી વર્ષ ૨૦૦૧ માં ફ્રાન્સની ટેકનોલોજીવાળા ફ્યુઝ ગેટ ચડાવવામાં આવ્યા હતા. ત્યારે ડેમનું લેવલ ૪૨.૬૫ સુધીની ડેમની ઉંચાઈ કરેલ હતી. ૪૨.૬૫ લેવલ સુધી એચ.એફ. લેવલ સુધીના ડેમના અંદરના કુલ વિસ્તારના ગામના ખેડુતોને સરકારે યોગ્ય વળતર પણ ચુકવેલ છે.
વર્ષ ૨૦૨૨ માં ડેમનું રીનોવેશનમાં નવું સર્વ કરીને ડેમ લેવલ ૪૨.૦૫ રાખવાનું ટેન્ડર થયેલ હતું. તે ટેન્ડરમાંથી ૫૦% થી વધુ કામ કોન્ટ્રાકટરે કરેલ છે. પણ ડેમની ઉંચાઈનું કામ પૂર્ણ કરેલ નથી. તેથી ડેમના કામનુલ રીટેન્ડર પણ થયેલ છે. તે કામગીરી પૂર્ણ કરવા માટે ટેન્ડર સરકારમાં મોકલવામાં આવેલ છે.
આ ટેન્ડર માટે સરકાર દ્વારા વહેલીતકે મંજુરી આપવામાં આવે તો બંગાવડી સિંચાઈ યોજના દ્રારા ૫ (પાંચ) ગામના ખાતેદારોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે. ઓટાળા, દેવળીયા, બંગાવડી, ટીંબડી તથા રસનાળને સમાવેશ આ સિંચાઈ થી લાભ થઈ શકે તેમ છે. તેમજ આ ઉંચાઈ વધારવા માટે સરકાર દ્રારા ખર્ચની જોગવાઈ થયેલ છે. તેથી આ કામ જલ્દી ચાલુ કરવા ઓટાળા, દેવળીયા, બંગાવડી, ટીંબડી તથા રસનાળ સહિત પાંચ ગોમોની માંગણી છે. તો વહેલીતકે આ કામ પૂર્ણ કરવા પાંચ ગોમોના સરપંચોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.