મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું
મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતું છે,આજની દોડધામ ભરી જિંદગીમાં લોકોનો અકસ્માત થતો હોય છે,પડી જવાથી ફેક્ચર થઈ જતું હોય છે ત્યારે તૂટેલા હાડકાંને સાંધવા માટે ઓછામાં ઓછો ત્રણ માસનો આરામ બેડ રેસ્ટ ખુબજ જરૂરી હોય છે એ વખતે દર્દીને મેડીકલ પલંગની આવશ્યકતા પડતી હોય છે,વ્હીલ ચેર,કાંખ ઘોડી,વોકર, ટેકા માટે લાકડી,યુરોપિયન ટોયલેટ વગેરે વસ્તુઓની જરૂર પડતી હોય છે એટલે ત્રણ માસ જેટલા ટૂંકા સમય માટે દર્દીઓને આવી મેડિકલ વસ્તુઓ ખરીદવી ન પડે એટલા માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂર હોય ત્યાં સુધી દર્દીઓને વિનામૂલ્યે વાપરવા આપે છે,અત્યાર સુધી રત્નકલા ગાંધીના કારખાનામાં ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલયથી ઉપરોક્ત વસ્તુઓ પ્રાપ્ત થતી હતી
પણ હવેથી જેઠાબાપાના મકાનમાં ગૌતમ હોલની બાજુમાં,ગોલ્ડન માર્કેટ સામે,રવાપર ખાતેથી મળશે,પાટીદાર પરિવારના પેશન્ટને આવા મેડિકલ સાધનની જરૂરિયાત ઉભી થાય તો હરજીવનભાઈ બાવરવાના મો.નં.9427720043 હરજીવનભાઈ વિરમગામાના મો.નં.9377131180 અને મણીભાઈ કાવર વગેરેને કોલ કરી સાધનો મેળવી લેવા જણાવાયું છે.