વાંકાનેરના ઢુવા વિસ્તારમાં સિરામિક કંપનીઓમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીને શોધી કાઢતી પોલીસ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા વીસ્તારમા અલગ અલગ સીરામીક કંપનીઓમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોર ઇસમો તથા ચોરીનો માલ ખરીદનાર એમ ચાર ઇસમોને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૯,૬૬,૨૫૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી. તથા ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વીટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી કરનાર કુલ ત્રણ આરોપીઓને ચોરી કરેલ ૬૦૦ કીલોગ્રામ કોપર વાયર કિં રૂ. ૫,૪૦,૦૦૦ તથા થર્મોકપલમાંથી નીકળતો પ્લેટીનીયમ તાર ૭૭.૫ ગ્રામ કિં રૂ. ૪,૨૬,૨૫૦ તથા એક્ટીવા કિં રૂ. ૪૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ. ૩૫૦૦૦ તથા રોકડ રૂ. ૨૫૦૦ એમ મળી કુલ કી.રૂ.૯,૬૬,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓ તથા ચોરીનો માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા એમ મળી કુલ ચાર આરોપીઓ દીવ્યેશભાઇ રાયસંગભાઇ ઝાલા ઉવ.૨૬ રહે હાલ-મોરબી, નીત્યાનંદ સોસાયટી, હાઉસીંગ મુળ ગામ-ધામળેજ તા. સુત્રાપાડા જી.ગીર સોમનાથ, મીતકુમાર રાયસિંહભાઇ પરમાર ઉવ.૧૯ રહે. કાજ તા. કોડીનાર જી. ગીર સોમનાથ, મંતવ્ય નાથાભાઇ મોરી ઉવરર રહે હાલ-મોરબી,નીત્યાનંદ સોસાયટી, હાઉસીંગ મુળ ગામ- અડવી તા. કોડીનાર જી. ગીર સોમનાથ તથા બીલાલ રફીકભાઈ કચ્છી ઉવ ૨૮ રહે. વીશીપરા, મદીના સોસાયટી (ભંગારના ડેલાવાળો) મોરબી વાળાની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.