મોરબી: રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે.
શાળાના બાળકોની આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરીવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરીટમાં આવેલ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગશિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી: મોરબી શહેરમાં લાભ પાંચમ બાદ ધંધા રોજગાર ખુલતા ફરી મોરબી શહેરના રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.
ત્યારે સવારે મોરબી રાજકોટ હાઇવે પર શનાળા રોડ પર બાયપાસ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે બપોરના બે વાગ્યાના સમયે માળીયા ફાટકથી ટીંબડી પાટીયા સુધી ટ્રાફિક જામ સર્જાયો...
સમાજના સર્વાંગી વિકાસમાં યુવાનોના મહત્વ વિશે કરાશે ચિંતન-મનન : વરિયા પ્રજાપતિ સમાજના દરેક યુવાનોને યુવા સંમેલનમાં ઉમટી પડવા હાંકલ
યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે
મોરબી : જે સાહસ કરી શકે, નવું સર્જન કરી શકે, જેના લક્ષ્યો ઊંચા હોય અને જે નેતૃત્વના ગુણોથી સભર હોય તે એટલે યુવાન...સમાજના...
મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે એસટી વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે તારીખ ૮ શુક્રવારના રોજ જલારામ જયંતિ...