આઇફોન સહિત એપલના બનાવટી ઉત્પાદનો ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાઇ રહ્યા છે. એપલના નકલી ઉત્પાદનો વેચવાનો ધંધો કરોડો રૂપિયામાં ગયો છે, જે ઘણા વિક્રેતાઓ ચલાવી રહ્યા છે. મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની એપલે આ અંગે ચેતવણી જારી કરી છે. ઉપરાંત,એપલ દ્વારા એક નિષ્ણાતની ટીમ બનાવવામાં આવી છે, જે બનાવટી ઉત્પાદનની ઓળખ કરશે અને આમ કરનારા વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
કંપની નકલી એપલ ઉત્પાદનોની કન્સાઇમેન્ટ દૂર કરશે ;-
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એપલ કંપની આઇફોનનાં ચાર્જર સહિત નકલી એક્સેસરીઝ સામે ઝુંબેશ ચલાવશે. કંપનીનું માનવું છે કે બનાવટી ઉત્પાદનોનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. તે જ સમયે, તે વપરાશકર્તાઓની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એપલની નિષ્ણાંત ટીમો કાયદાકારો, વેપારીઓ, સોશ્યલ મીડિયા કંપનીઓ અને ઇ-કોમર્સ સાઇટ્સ સાથે મળીને વિશ્વભરના નકલી એપલ ઉત્પાદનોને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.એપલે ગયા વર્ષે ઓનલાઇન માર્કેટ પ્લેસમાંથી 1 અબજથી વધુ બનાવટી ઉત્પાદનોને દૂર કરી હતી. આમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શામેલ છે. 2016 માં,એપલે નકલી ઉત્પાદનો વેચનારા સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
નકલી એપલ ઉત્પાદનોની ઓળખ કેવી રીતે કરવી :-
એપલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
અહીં એપલ પ્રોડક્ટનો હાર્ડવેર સીરીયલ નંબર દાખલ કરવો પડશે.
આ પછી, વાસ્તવિક અને નકલી ઉત્પાદનોની ઓળખ કરી શકાય છે.
સીરીયલ નંબર જાણવા યુઝર્સે Setting>General>about>serialની મુલાકાત લેવી પડશે.
જ્યાંથી તમને આઇફોનનો સીરીયલ નંબર મળશે.
ઇએમઆઈ નંબર દ્વારા બનાવટી ઉત્પાદનો ઓળખો :-
યુઝર્સ IMEI નંબરની મદદથી નકલી પ્રોડક્ટને ઓળખી શકો છે.
આઇએમઇઆઈ નંબર જાણવા માટે, ફોન પરથી * # 06 # ડાયલ કરવો પડશે.
યુઝર્સ iphoneoxની વેબસાઇટની મુલાકાત લઈને ફોનની વિગતો પણ મેળવી શકે છે.