મોરબી: ડૂપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી: ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ હોય જે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી. ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ (ઉ.વ.૨૪) રહે. મોરબી જોન્સનગર લાતિ પ્લોટ શેરી નં -૧૧ તા. જી. મોરબીવાળાને મધ્યસ્થ જેલ વડોદરા તથા જયદીપભાઈ જીવણભાઈ સવસેટા (ઉ.વ.૨૭) રહે. નવા દેવગઢ તા. માળીયા (મી) વાળા ને મધ્યસ્થ જેલ જુનાગઢ અને જયરાજભાઈ જીવણભાઈ સવસેટા (ઉ.વ.૨૪) રહે. નવા દેવગઢ તા.માળીયા (મી) વાળાને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરી ત્રણે ઈસમોને પાસા એકટ તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપેલ છે.