Friday, November 8, 2024

ગુજરાત સરકાર દ્વારા મોરબીની શાળાઓ માટે ભુજ લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબીના સંચાલક દિપેનભાઈ ભટ્ટે લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. 

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબી આયોજિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર-ભુજની મુલાકાત યોજાઈ હતી.

જેમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની સહિત મોરબી જિલ્લામાં 100 જેટલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ ફાળવવામાં આવી છે, દરેક શાળાના શિક્ષકો સહિત 50 વિદ્યાર્થીઓ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને ભુજ(ક્ચ્છ)ની મુલાકાત સરકારી ખર્ચે સરકારી બસમાં બેસીને લઈને વિદ્યાર્થીઓ વિજ્ઞાન સિદ્ધાંતો આધારિત બનાવેલ વૈજ્ઞાનિક કૃતિઓ, વૈજ્ઞાનિક સાધનો પ્રત્યક્ષ નિહાળીને વિજ્ઞાનને જાણી શકે, સમજી શકે તેમજ વિજ્ઞાન અને ગણિત જેવા કઠિન વિષયોને સરળતાથી સહેલાઈથી યાદ રાખી શકે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત વિષયમાં રસ ધરાવી કંઈકને કંઈક નવી શોધો કરી સ્ટાર્ટપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયાને સાર્થક કરે એવા હેતુ સાથે પીએમશ્રી માધાપરવાડી કન્યા અને બાજીરાજબા કન્યા શાળા- મોરબીની બંને શાળાની 100 બાળાઓએ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર-ભુજની મુલાકાત લીધેલ હતી.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજનાનો શુભારંભ કરાવવાનો હતો પરંતુ માત્ર મોરબી જિલ્લામાં દિપેનભાઈ ભટ્ટના પ્રયત્નોથી અને મોરબીના એસટી ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયાના સાથ અને સહકારથી મોરબી જિલ્લામાં સૌથી પહેલાં શરૂઆત થઈ શકી હતી, હવે એસટી ડેપો જેવી રીતે બસ ફાળવે એવી રીતે અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ પણ લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેશે.

બંને શાળાની બાળાઓએ ખુબજ આનંદથી રસપૂર્વક લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ જ્ઞાનનું ભાથું પ્રાપ્ત કર્યું. આ એક્સપોઝર વિઝીટ સફળ બનાવવા બંને શાળાના આચાર્ય અને શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર