મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌ પ્રથમ મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી. દોશી દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજ રાવલનુ સન્માન મો૨બી બા૨ના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજાનુ તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલ જાની, દવે, કારીઆ, ચીસ્તી, નીલીમાબેન સહિતનાનુ પણ સન્માન કરવામાં આવેલ. તેમજ મો૨બી બારના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ દ્રારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.
હળવદ: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમ વિરુધ્ધ મની લેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી એક ઇસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી આવતા...
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈશમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશીદારૂમા પકડાયેલ ઈશમ ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર ઉ.વ.૪૨ રહે માળીયા મીં. હરીપર ગોલાઈ પાસે તા.માળીયા મી. તથા અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૭ રહે...
મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનાવરણ કરાયું હતું.
મગનલાલ રાધવજીભાઈ પંડયાએ ૧૯૫૭ થી ૧૯૭૫, દરમ્યાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તેઓ શિસ્તના આગ્રહી, સમય, પાલનમાં માનવાવાળા કર્મનિષ્ઠ, આદર્શ શિક્ષક હતા. બગથળા ગામને શિક્ષણ તથા કેળવણીનાં પાયાના કર્મવિર હતા. જેને બગથળા...