23 માર્ચે કંગના રાનૌતના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ થાલયવીનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં કંગના તમિલનાડુની લિજેન્ડ એક્ટ્રેસ અને રાજકારણી જયલલિતાની ભૂમિકામાં છે. ટ્રેલર આવતાની સાથે જ કંગનાની અભિનયની પ્રશંસા થઈ રહી છે. કંગનાના ગૌરવમાં ઘણી હસ્તીઓએ ટ્વીટ કર્યું છે. સિમરનમાં કંગના રનૌતનું દિગ્દર્શન કરનાર હંસલ મહેતાએ લખ્યું – પ્રભાવશાળી. લાગે છે કે કંગના ફરીથી એક વાર છવાય જશે. આ મહેનત બદલ શૈલેષ આર સિંઘ, કંગના, હિતેશ ઠક્કર, વિષ્ણુ વર્ધન ઈન્દુરી, વિજય અને આખી થાલયવી ટીમને અભિનંદન.
અભિનેત્રી મૃણાલ ઠાકુરે લખ્યું – તમારી ફિલ્મ્સની પસંદગીથી તમે હંમેશાં આશ્ચર્યચકિત કરો છો. શાનદાર ટ્રેલર માટે શુભકામના કંગના.અત્યારે પણ રુવાડા ઉભા થઇ રહ્યા છે. સમન્તા અક્કીનેનીએ લખ્યું- થાલયવી ટ્રેલર જાનદાર છે,કંગના.તમે અમારી પેઢીની સૌથી બહાદુર, હિંમતવાન અને સૌથી સક્ષમ અભિનેત્રી છો. વિજય સાહેબ, આ રુવાડા ઉભા કરવા વાળું સ્ટફ છે. થિયેટરોમાં આ જાદુ જોવાની રાહ જુએ છે.અભિનેત્રી મીરા ચોપડાએ લખ્યું – થાલયવીનું ટ્રેલર સારું લાગ્યું. કંગનાએ ફરી એક વાર ઉત્કૃષ્ટ કામગીરી કરી હોવાનું લાગે છે. સમગ્ર ટીમને શુભેચ્છાઓ. થલાઇવીમાં જયલલિતાની માતાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી ભાગ્યશ્રીએ કંગનાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને કહયું દીકરી કંગનાને પડદા પર શુભેચ્છા. ભગવાન તમને સફળતા આપે. તમને જયલલિતાના રોલમાં જોવાનો અનુભવ આનંદદાયક હતો. તમે આ પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે.
જયલલિતાની ભૂમિકામાં કંગના એકદમ વિશ્વાસપાત્ર અને પ્રભાવશાળી લાગે છે. થાલયવીની વાર્તા ખૂબ લાંબી છે. આવી સ્થિતિમાં, કંગનાએ આ પાત્ર ભજવવા માટે કરેલા શારીરિક પરિવર્તન સ્પષ્ટપણે દૃશ્યમાન છે અને સમય જતાં પાત્રની યાત્રાને નિખારવામાં સક્ષમ છે.ટ્રેલરમાં બીજું સૌથી અગત્યનું પાત્ર છે એમજીઆર એટલે કે એમજી રામચંદ્રન, શ્રેષ્ઠ કલાકાર અરવિંદ સ્વામી દ્વારા ભજવાયું. ટ્રેલરમાં જાનકી રામચંદ્રનનો રોલ કરનારી અભિનેત્રી મધુની ઝલક પણ આપવામાં આવી છે. જાનકી રામચંદ્રન તમિલનાડુની પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને એમજી રામચંદ્રનની ત્રીજી પત્ની હતી.આ ફિલ્મમાં જીશુ સેનગુપ્તા શોભન બાબુની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ભાગ્યશ્રી જયલલિતાની માતા સંધ્યાની ભૂમિકા નિભાવશે. થાલયવીનું નિર્દેશન એ.એલ. વિજયે કર્યું છે. ફિલ્મની સ્ક્રીપ્ટ લેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે લખી છે, જેમણે બાહુબલી સિરીઝ લખી હતી, જેમણે કંગનાની ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી પણ લખી હતી. થલાઈવીનું નિર્માણ વિષ્ણુ વર્ધન ઇંદૂરી અને શૈલેષ આર સિંઘે કર્યું છે. થલાવી 23 એપ્રિલે તમિલ, તેલુગુ અને હિન્દીમાં રજૂ થઈ રહી છે.