હળવદ તાલુકામાં શ્રાવણીયો જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા
હળવદ: શ્રાવણ માસની શરૂઆત થતા જ જાણે પત્તાપ્રેમીઓ પાતાળમાથી બહાર આવ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના રણમલપુર અને સુંદરગઢ ગામે જુગાર રમતા કુલ ૧૮ ઈસમોને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના રણમલપુર ગામે રેઇડ કરતા રણમલપુર ગામે જુગાર રમતા કુલ – ૧૦ ઈસમો નાગરભાઈ જાદુભાઈ વિરાણી ઉ.વ.૪૨, મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા ઉ.વ.૩૦, ઉમેશભાઈ જયંતીભાઈ દવે ઉ.વ.૩૦, ઘનશ્યામભાઈ ધીરૂભાઈ વિરાણી ઉ.વ.૪૧, વાસુદેવભાઈ જસરાજભાઈ વરમોરા ઉ.વ.૫૩, રાજેશભાઈ શામજીભાઈ વરમોરા ઉ.વ. ૪૯, શક્તિભાઈ કરશનભાઈ ભોરણીયા ઉ.વ.૨૫, અશોકભાઈ ધનજીભાઈ આદ્રોજા ઉ.વ.૪૨, નિલેશભાઈ ઘનશ્યામભાઈ ત્રેટીયા ઉ.વ.૩૨ રહે. નવે આરોપી રણમલપુર તા.હળવદ તથા બાબુભાઈ કાનજીભાઈ પાટડીયા ઉ.વ.૪૫ રહે. ઘણાંદ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. 62290 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન હળવદ પોલીસે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર ઉ.વ.૩૫, બળદેવભાઈ ઘોઘજીભાઈ ડાભી ઉ.વ.૩૦, રાજેશભાઈ છેલાભાઈ ગીંગોરા ઉ.વ.૩૨, નાજાભાઈ રાણાભાઈ ગીંગોરા ઉ.વ.૫૪, રમેશભાઈ કરણાભાઈ લીલાપરા ઉ.વ.૫૦, મુકેશભાઈ જગાભાઈ ચરમારી ઉ.વ.૪૪, ભરતભાઈ કાળુભાઈ ખાંભડીયા ઉ.વ.૩૮, દશરથભાઈ કમાભાઈ લીલાપરા ઉ.વ.૪૮ રહે. બધા નવા સુંદરગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૬૪૪૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
બંને રેઇડ દરમ્યાન જુગાર રમતા ઝડપાયેલ ૧૮ ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.