Thursday, January 16, 2025

જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા ઈસમને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મોટરસાયકલ ચાલકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ.

મોરબી ટ્રાફિક પોલીસ સ્ટાફ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મોટરસાયકલ સ્ટંટ કરતો વાઇરલ થયેલ જે વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા.

જે વિડીયો જોતા મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર એક મોટરસાયકલ ચાલક પોતાના હવાલાવાળુ મોટરસાયકલ પુર ઝડપે અને બેફીકરાઇથી સર્પાકારે ચલાવી મોટરસાયકલ ઉપર સ્ટંન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હોય જે મોટર સાઇકલ ચાલક પોતાના હવાલાવાળુ મોટરસાયકલ નં-GJ-13-MM- 9794 ના ચાલકે પોતાના હવાલાવાળુ મોટરસાયકલ મોરબી-વાકાંનેર નેશનલ હાઇવે રોડ ઉપર વીસ નાલા થી ઢુવા ઓવર બ્રીજ વચ્ચે મોટરસાયકલ ચલાવતો સ્ટંટ કરતો ચલાવી, પોતાની તથા રાહદારીની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે ચલાવી ગુનો કરેલ હોય જેથી મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-13-MM-9794 ના મોટરસાયકલ સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી આરોપી મોટરસાયકલ ચાલક ઇમરાનભાઇ ગુલામભાઇ સામતાણી ઉવ.૧૯ રહે. મીલ પ્લોટ ચોક શેરી નં-૦૪ વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર