નરેન્દ્ર મોદીની નેશનલ કોલ ગેસીફિકેસન મિશન 2030 : જયારે મોરબીમાં ઉલ્ટી ગંગા
આ સ્ટોરી અમે પુરાવા અને જવાબદારી સાથે લખીયે છીએ જેના ડોક્યુમેન્ટ સાર્વજનિક કર્યા છે.હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા અરેબિયન ફ્યુલની આયાત ઘટાડવા માટે નેશનલ કોલગેસીફિકેશન મિશન ૨૦૩૦ પ્રમોટ કરવામાં આવ્યું જેમાં નેચરલ ગેસ વપરાતી ઇન્ડસ્ટ્રીઝ ને પણ ફરજિયાત કોલગેસીફિકેશન દ્વારા ૩૦% એનર્જી ઉત્પન્ન કરવાની રહેશે.જેમાં ગેસીફિકેસન ઉપર ૨૦% સબસિડી પણ સરકાર આપે છે. હાલ માં સ્ટીલ પ્લાન્ટ માં ૧૦૦ MT ના કોલ ગેસીફિકેસન ની ટેકનોલોજી અમલ કરવા કેન્દ્ર સરકાર કવાયત કરી રહી છે. કેમ કે ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો ભારતમાં જ છે.
નરેન્દ્ર મોદી ની સહી સાથેનો ભારત રાજપત્ર નં 29946/2021/CCT ના મુદ્દા નં 8 માં કોલગેસિફિકેસન ના ઉજવળ ભવિષ્ય અને પ્રયવરણ સંબંધિત માહિતી અને સબસિડી ની વિગત પણ છે.નરેન્દ્ર મોદીનું મિશન 2030માં ભારતની ઇન્ડસ્ટ્રીઝમાં વધુને વધુ કોલ ગેસિફિકેસન થાય તેવું વર્લ્ડ ગ્લોબલ પ્રેસ કોન્ફન્સમાં પ્રધામંત્રી એ જણાવ્યું જ્યારે મોરબીમાં ઉલ્ટી જ ગંગા વહે છે કોલગેસ તો બંધ થઈ ગયા હવે દંડની રામાયણ ચાલે છે તો શું રાજ્ય સરકાર કેન્દ્રથી વિરૂદ્ધ ચાલે છે?તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે.કોઈપણ ટેકનોલોજી ની બે બાજુ હોય છે પહેલા ફંટી.એમ્બેસેડર, જિપ્સી હતી જેમાં સમયાંતરે ટેકનોલોજી બદલાઈ આજે odi, BMW જેવી ગાડીઓ છે તો શું જૂની ગાડીઓ ને દંડ થયો?
સિરામિકના વિકાસમાં કોલગેસનો સિંહ ફાળો છે એસોસિયેશન ના જૂના હોદેદારો ભણ્યા નહોતા પણ ગણ્યા હતા જ્યારે આજે ભણેલા પણ અભણ હોઈ એવું લાગે છે.જે ફકત એક બે સ્થાનિક નેતાની રાજકીય કારકિર્દી ચમકાવે છે
રાજ્યમાં NGT એ ગયા વર્ષમાં હજારો કરોડના દંડ આપ્યા જેમાં કોઈ એ રૂપિયો પણ ભરિયો નથી તો સિરામિક જ કેમ? સિરામિક દ્વારા બીજેપીના છોડ ને ખાતર પાણી આપી વટવૃક્ષ બનાવ્યું આજે એજ સિરામિક ને છાયા ની જરૂર છે.માટે અસ્તિત્વની લડાઈમાં સ્થાનિક નેતાઓ ને સાઇડ કરી દિલ્હી જાઓ એવો સુર ઉઠી રહ્યો છે. કેમ કે દેશની ટોટલ GDP મા 3 % ફક્ત સિરામિક ઉદ્યોગના છે જો હાલની મંદીમાં કડક વલણ કરે તો સરકારને પણ આંખે અંધારા આવી જાય
કોર્ટ મેટર હોઈ તો સ્થાનિક ધારાસભ્ય થી ૨૫%ના ૧૦% થઈ ગયા તો સિરામિક ની સાચી હકીકત દિલ્હી સુધી જાય તો શું ના થઈ શકે.
ત્યારે મોરબીનાં એક ધારાસભ્ય આ મુદ્દે પોતાનાં રાજકારણની રમૂજ ચમક ચમકાવવા અમુક સિરામિક ઉદ્યોગકારો સાથે અને અમુક એસોસિયેશનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી હોવાની માહિતી સૂત્રો માંથી મળી રહી છે જેમાં ૨૫% ના ૧૦% થયા પણ બાકીના ૯૦ ટકા ની કે એ ફરી ધારાસભ્ય રહશે એની ગેરંટી નથી.
સિરામિક ના ઉદ્યોગકારોએ જરૂર પડ્યે દિલ્હી સુધી પડઘો પાડવા અને વાત પહોચાડવા હડતાળનું હથિયાર ઉગમાવું પડે તો પણ નવાઈ નહિ પણ એકવાર મોદી સુધી અવાજ પહોંચાડવો પડશે કે આપ કેન્દ્રમાં કોલ ગેસિફિકેસન માટે કમિટી બનાવો છો અને મોરબીમાં દંડ ઉઘરવો છે તો આ બેધારી નીતિમાં સાચું છું.
મોરબી સિરામિક ની હાલત નાજુક છે તેમ છતાં પણ હોદેદારો દ્વારા એક બે નેતાની ખુશામત ખોરી કરી ઇન્ડસ્ટ્રીઝ ને ગેરમાર્ગે દોરી છે. શું સિરામિક ની આ દશા ના જવાબદાર સ્થાનિક નેતા અને સિરામિકના હોદ્દેદારો અને ભ્રષ્ટ જીપીસીબી ના કર્મચારીઓ છે???