સિરામિક ઉદ્યોગ ઉદય થી અસ્ત સુધી….મિટિંગમાં લેવાયેલો નિર્ણય સીરામીકને ડુબાડી દેશે?
સિરામિક ઉધોગમાં કોલગેસ હંમેશા સુખદુઃખ નો સાથી રહ્યો છે ૨૦૦૫ માં સિરામિક ઉદ્યોગમાં કોલગેસ આવ્યો જેની મંજૂરી GPCB દ્વારા આપવામાં આવી હતી. જેમાં વિવાદ અને કોર્ટ મેટર ના લીધે NEERI,CPCB, GPCB ની ટીમો દ્વારા જરૂરી સૂચન અને ફેરફાર થી A,B,C અને D( હોટ ગેસીફાયર)આવ્યા.કોલગેસ હતો ત્યાં સુધી ગેસના ભાવ નિયંત્રણમાં હતા.પરંતુ અમુક મોટા યુનિટ ના ઉધોગપતિઓ એ નાના ઉદ્યોગને ખતમ કરવા અને ભાવ પોલિસી લાગુ કરવા કોલગેસનું રાજકીય એન્કાઉન્ટર કરવામાં આવ્યું.જેના લીધે નાના ઉદ્યોગ મંદીમાં સપડાય ગયા.મોટી માછલી નાની માછલી ખાઈ ગઈ અને તારીખ ૬/૩/૨૦૧૯ ના રોજ NGT દ્વારા ગેસિફાયર ઉપર પ્રતિબંધ મૂક્યો જેની ક્રિપ્ટ સચિવાલયમાં અગાઉથી જ લખાઈ ગઈ હતી અને ગેસ કંપનીના શેર હોલ્ડર માટે મોકળું મેદાન થઈ ગયું અને રાતે ના વધે એવા દિવસે ભાવનો તોતિંગ વધારો સિરામિક ની કમર તોડી નાખી
NGT ના ચુકાદા બાદ દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ B C PTEL ( જે પણ પાટીદાર છે) ની અધ્યક્ષતા માં કમિટી બની અને ઇન્ડસ્ટ્રીને રાજકીય ક્લચમાં રાખવા એક દિવસના ૫૦૦૦ હજાર લેખે દંડ વસૂલવાનો નિર્યણ થયો જે ઠરાવ આજદિન સુધી સાર્વજનિક નથી કરવામાં આવિયો પાંચ હજાર નો દંડ એક યુનિટ દ્વારા કે સામૂહિક જેવી કોઈ જાતની સ્પષ્ટતા વગર લાગુ કરી દેવાયો અને લગ્નના ચાંદલા ના રિવાજ મુજબ નક્કી થઈ ગયો જેમાં આજ દિન સુધી સિરામિક ના હોદ્દેદારો દ્વારા પૂછવામાં આવ્યું નથી કે મંજૂરી GPCB/CPCB એ આપી તો દંડ કેમ સિરામિક ભરે?
સિરામિક ઉદ્યોગ નો ઉપયોગ હંમેશા રાજકીય લેબોરેટરી તરીકે થતો આવ્યો છે જેમાં ફક્ત રાજકીય ફંડ અને મત માટેજ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સિરામિક હંમેશા રાજકીય કાર્યક્રમોના ફંડ માટે દુજણી ગાય રહી છે. હાલ કેન્દ્રમાં અને રાજ્ય માં ભાજપની સરકાર છે જેમાં સૌથી વધારે દુઃખી ઇન્ડસ્ટ્રીઝ છે.
GPCB દ્વારા કલોઝર ઓર્ડર દરમ્યાન આપતી બેંક ગેરેન્ટી આજદિન સુધી પાછી અપાઈ નથી કે નથી એસોસિયેશન દ્વારા પૂછવામાં આવ્યું.ફક્ત સિરામિક ની અત્યાર સુધીમાં અંદાજે ૨૬૫ કરોડ થી વધુની બેંક ગેરંટી GPCB દબાવીને બેઠી છે જેનો દોરી સંચાર પણ રાજકીય છે.
મહત્વની બાબત અને શક ઉપજાવે એવી બાબત તો એ છે કે NGT નેશનલ સ્તર ઉપર કામ કરતી સંસ્થા છે જેનો આદેશ આખા ભારતને લાગુ પડતો હોય છે તો ફક્ત મોરબી વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર માં જ કેમ કોલગેસ ઉપર પ્રતિબંધ આવ્યો ?ગુજરાત અને ભારતમાં સિરામિક કરતા દસ ગણા મોટા ગેસીફાયર હાલ પણ ચાલુ છે. ગેસીફાયર સ્ટીલ પ્લાન્ટ સાથે જોડાઈ તો નુકશાન કરતા નથી પણ સિરામિક ઉદ્યોગ માટે જ નુકશાન કરતા છે જેનો સીધો મતલબ થાય કે સિરામિક માટે ગેસના વિકલ્પને ખતમ કરવાનો જેનો અભ્યાસ આજદિન સુધી સિરામિક એસોસિયેશ દ્વારા નથી કરાયો
NGT એ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી UTS ( યુનિયન ટેરીટરી સ્ટેટ) ને ૮૦૦૦૦ કરોડનો દંડ આપ્યો જેમાં તમિલનાડુ – ૧૫૪૧૯ કરોડ, મહારાષ્ટ્ર- ૧૨૦૦૦ કરોડ. મધ્યપ્રદેશ ને – ૯૬૮૮ કરોડ, ગુજરાત ૨૧૦૦ કરોડ વગેરે આ ફકત રાજ્ય સરકારનો છે. ખાનગી અમને કોપી રાઈટ લાગુ હોવાથી માહિતી આપતા નથી.
આમાથી એકપણ દ્વારા આજ દિન સુધી ભોજીયોભાઈ એક રૂપિયો ભરીયો નથી કે નોટીસ પણ કાઢવામાં આવી નથી. સિરામિક દ્વારા પણ આ દંડ વસૂલવા પિટિશન દાખલ કરવી જોઈએ કે ફક્ત સિરામિક કેમ ?? જો NGT મોરબી જેમ દંડ વસુલાત કરતી હોઈ તો ભારતનું ૨ લાખ કરોડ નું દેવું ફકત NGT ભરી શકે અને ભારત વિશ્વગુરુ બને નબળો ધણી બૈરી પર શૂરો કેહવત મુજબ સરકારના બરોતિયા સિરામિક ને જ ધોવાના હોય છે જેમાં હાથો પણ સિરામિક વાળા ને જ બનવામાં આવે છે જે સિરામિક ઉદ્યોગકારોએ આત્મ મંથન કરવું જોઈએ.
આજે મળેલી સીરામીક એસોસિયેશનની મિટિંગ મુજબ નો ૧% પણ દંડ ભરિયો તો સિરામિક ને આ દંડ માંથી કોઈ નહિ બચાવી શકે કેમ કે આ પગલું એક કબુલતનામુ છે જે આત્મઘાતી છે.સિરામિક દ્વારા આજ દિન સુધી સરકારના બરોતીયા ધોયા હવે સરકાર સિરામિક ને કોર્ટનું બહાનું આપી ઠેંગો બતાવે છે.
હાલ ૧૫૦ થી વધુ કારખાના બંધ થઈ ગયા છે અમુક તો વહેચાઈ પણ ગયા છે જેમાં દંડની અસર થી મોટી સામાજિક સંઘર્ષ પણ થવાની શક્યતા છે