Friday, November 1, 2024

હળવદ: શક્તિનગર ગામ પાસે ટેન્કરમાંથી કેમીકલની હેરાફેરી કરતા કુલ રૂ.63 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર શકિતનગર ગામ પાસે આવેલ આઇમાતા હોટલ સામે, શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યાશકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળ ટેંન્કરમાથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરતા કુલ કિં રૂ. ૬૩,૧૭,૭૦૨ નો મુદ્દામાલ મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ ધ્રાંગધ્રા હાઇવે શકિતનગર ગામ પાસે આવેલ આઇમાતા હોટલ સામે, શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યાશકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે એક ટેન્કરમાંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર શંકાસ્પદ રીતે કેમીકલની હેરાફેરી કરતા હોવાની ચોકકસ માહીતી મળતા જે બાતમીના આધારે રેઇડ કરતા સ્થળ પર ત્રણ ઇસમો ટેન્કરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા હોય જેઓ વરસાદી માહોલ તથા રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી ભાગી ગયેલ તે જગ્યાએથી ટેન્કર નંબર-GJ-12-BW-9237 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/, બોલેરો પીકઅપ ગાડી નંબર- GJ-27-TT-7634 કિં.રૂ. 3,00,000/, ટેન્કરમાંથી કાઢેલ કેમીકલ આશરે લીટર ૧૯૦૫ કિ.રૂ.૨,૬૨,૮૯૦/, ટેન્કરમાં ભરેલ કેમીકલ આશરે ૩૦,૭૦૦ કિ.ગ્રામ કિં.રૂ.૪૨,૪૯,૫૧૨/, મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/, કેમીકલ કાઢવા માટેની પ્લા.ની પાઇપ નંગ-૨ કિ.રૂ.૨૦૦/, ખાલી કેરબા નંગ-૨ કિ.રૂ.૧૦૦/- મળી કુલ કી.રૂ.૬૩, ૧૭,૭૦૨/- નો મુદામાલ કબજે કરી ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬ (૧) મુજબ કાર્યવાહી કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર