બાળકોએ કોડિયા અને મટકી ડેકોરેશન, રંગોળી, મહેંદી વેસ્ટ માંથી બેસ્ટ, બ્યુટી પાર્લર સહિતની પ્રવૃત્તિઓ કલાનું પ્રદર્શન કર્યું
સરકાર દ્વારા બાળકો ઈતર પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે વિવિધ પહેલ ; શાળાના શિક્ષકોએ બાળકોને આપ્યું પ્રોત્સાહન
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં આવેલ વિરપર ગામે શ્રી વિરપર (મ) પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વિવિધ કલાઓનો સંચાર થાય અને બાળપણથી જ વિદ્યાર્થીઓમાં નવી આવડતો ઉભી થાય તેવા હેતુથી શાળા પરિવાર દ્વારા જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૌશલ્ય મેળામાં બાળકોએ કોડિયા ડેકોરેશન, મટકી ડેકોરેશન, બ્યુટી પાર્લર, રંગોળી, મહેંદી, રૂ માંથી વાટ બનાવવી, વેસ્ટ માંથી બેસ્ટ સહિતની પ્રવૃત્તિઓ કરી તેમની અંદર રહેલી કળાઓનું પ્રદર્શન કર્યું હતું.
સરકાર દ્વારા વધુને વધુ બાળકો શાળામાં આવે તેવા હેતુથી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સર્વ શિક્ષા અભિયાન વગેરે પહેલ કરવામાં આવી રહી છે. ઉપરાંત શાળામાં બાળકો ભણતરની સાથે ગણતર મેળવે અને વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું કૌશલ્ય દાખવી અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં આગળ વધે તેવા હેતુથી અન્ય વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. બાળપણથી જ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા હેતુથી ગમ્મત સાથે જ્ઞાન, વિજ્ઞાન, મેળા કલા મહોત્સવ, બાળ પ્રતિભા શોધ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાની વિરપર (મ) પ્રાથમિક શાળા ખાતે શાળાના સ્ટાફ દ્વારા બાળકો માટે જીવન કૌશલ્ય (લાઈફ સ્કીલ) મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય છાયાબેન માકાસણાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું પ્રદર્શન પણ ગોઠવ્યું હતું.
કંમ્ફર્ટ હોટલમાંથી પકડાયેલ જુગારધામમા પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની આશંકા
મોરબી: મોરબી રાજકોટ હાઇવે પર કંમ્ફર્ટ હોટલમાંથી હાઇ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું જેમાં પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની આશંકાને લઇને રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા વાય કે ગોહિલને લીવ રીઝર્વ મુકાયા છે અન્ય એક પોલીસ કર્મીની પણ બદલી કરાઇ...
આજરોજ ૩૧ ડિસેમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારાના તાલુકાના નસિતપર ગામે ૮ ફૂટ ઊંચાઈની પ્રતિમા સરપંચ રમેશભાઈ કુંડારિયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.જેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો જેનાં બદલ તમામ ગ્રામજનો એ રમેશભાઈ નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
આ અનાવરણ કાર્યક્ર્મમાં સરપંચ રમેશભાઈ કુંડારિયા,...
મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે બબાલ થતા બંને પક્ષો દ્વારા સામસામે મારામારી કરી સામસામે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નં -૦૨ માં રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૪) એ આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજાએ રહે. શનાળા...