ટંકારા: વિજય ઓઇલમિલ કંપનીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા ગામની વચ્ચે આવેલ વિજય ઓઇલમિલ કંપનીના રૂમની બહાર સુતા હોય ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દિનેશભાઇ અર્જુનભાઈ અજનાર (ઉ.વ.૩૩) રહે. હાલ વિજય ઓઇલમિલ કંપનીમાં લજાઈ હડમતીયા રોડ તા. ટંકારા મૂળ રહે. મધ્યપ્રદેશવાળા વિજય ઓઇલમિલ કંપનીના રૂમની બહાર સુતા હતા તે દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.