મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા સોપીંગના બીજા માળે આરોપીના કબ્જા ભોગવટા વાળી ઓફિસ નં-૨૬મા જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા સોપીંગના બીજા માળે આરોપી ગણેશભાઈ મોહનભાઈ ભંખોડીયાના કબ્જા ભોગવટા વાળી ઓફિસ નં-૨૬મા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ગણેશભાઇ મોહનભાઇ ભંખોડીયા ઉ.વ.૩૬, નાનજીભાઇ સવજીભાઇ પાંચોટીયા ઉ.વ.૫૧, વિપુલભાઇ પુનાભાઇ પરમાર ઉ.વ.૩૯, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા ઉ.વ.૫૫ રહે. ચારેય લક્ષ્મીનગર તા.જી.મોરબી તથા અનિલભાઇ અશોકભાઇ અઘારા ઉ.વ.૨૭ રહે. ધરમપુર ટીંબડી તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૨૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.