Friday, November 22, 2024

Farmers Protest : જ્યાં સુધી મોદીજી છે,ત્યાં સુધી એમએસપી છે, હતો અને રહેશે : ભૂપેન્દ્ર યાદવ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિલ્હી ગ્રામ્ય વિસ્તારના મજરા ડબાસ ગામે રવિવારે સાંજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે કૃષિ કાયદા વિશે વાત કરતા કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર ચોક્કસપણે ખેડૂતોની આવક બમણી કરશે. તેમણે કહ્યું, ‘કેટલાક લોકો જુઠ્ઠાણા બોલીને ખેડૂતોને ભડકાવી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે અંતિમ વિજય સત્ય છે. જીત ફક્ત મોદી સરકારની રહેશે. તેમણે કહ્યું કે એમએસપી જ્યાં સુધી મોદી જી છે ત્યાં છે,હતો અને રહેશે. તેમણે કહ્યું કે, ફક્ત ત્રણ કૃષિ કાયદો જ ખેડૂતોને બંધનમાંથી મુક્ત કરવા માટે લાવવામાં આવ્યા છે.

કરાર ખેતી અંગે પણ મૂંઝવણ ફેલાઇ રહી છે. પંજાબમાં સૌ પ્રથમ કરારની ખેતી લાગુ કરવામાં આવી. આ પછી હરિયાણા, ઓડિશા અને બંગાળ જેવા રાજ્યોમાં કરારની ખેતી શરૂ થઈ. કરાર ફક્ત પાક માટે છે. ખેડૂતની જમીન કોઈ છીનવી શકશે નહીં. તેમણે કહ્યું કે ત્રણેય કાયદા બજારને ( મંડી) નાબૂદ કરી રહ્યા નથી. જે ખેડૂતે પોતાનો પાક બજારમાં વેચવો છે તે બજારમાં વહેંચે. જેને બહારનું વેચાણ કરવું છે, તેણે બહાર વેચાણ કરવું જોઈએ.યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ફોન કોલના અંતરે છે. નિદર્શનકારો ખુલ્લા મનથી વાત કરે છે. સરકારે ક્યારેય વાત કરવાનું બંધ કર્યું નહીં, પરંતુ સરકાર ખેડૂતોની આવક વધારવા કટિબદ્ધ છે. આ માટે નવા પગલા લેવા પડશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ વિનોદ સેહરવત, ઉત્તર પશ્ચિમ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર સોલંકી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.કિસન રેલે અંતર ઘટાડ્યું,ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે બિહાર, આંધ્રપ્રદેશ જેવા ઘણા રાજ્યોના નાના-મોટા ખેડૂતો માટે મોદી સરકારે કિસાન રેલ શરૂ કરી .

હવે તે પોતાના પાક, ફળો અને શાકભાજી સીધા અન્ય રાજ્યોની મંડીઓને વેચે છે. આ સાથે ભાજપ સરકાર દ્વારા દર વર્ષે દસ કરોડ નાના ખેડુતોના ખાતામાં છ હજાર રૂપિયા પણ મોકલવામાં આવી રહ્યા છે જેથી તેમને ખાતરના બિયારણ ખરીદવામાં તકલીફ ન પડે.કોંગ્રેસ અને આપની ટકોર લેતા તેમણે કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષમાં દિલ્હીમાં સમસ્યાઓ ઉભી કરી, જયારે કેજરીવાલ સરકારના લીધે દિલ્હીને વધુ તકલીફો સહન કરવી પડી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર