Wednesday, October 30, 2024

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આગામી ડિસેમ્બરમાં ચૂંટણી આવી શકે છે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૮૦ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા અને ૪૭૬૫ તાલુકા પંચાયતોમાં નવા અનામત ક્વોટા મુજબ ચૂંટણીની તૈયારી

રાજ્યની ૮૦ નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ ૨ જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૫૩૯ જેટલી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ ૪૭૬૫ ગ્રામ પંચયાતોની છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર આગામી નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી છે.

ગુજરાતમાં આ વખતે પ્રથમવાર ૨૭ ટકાની ઓબીસીની અનામત બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત એસસીની ૭ ટકા અને એસટીની ૧૪ ટકા અનામત સાથે કુલ ૪૮ ટકા અનામત બેઠકો તથા બાકી એતી પર ટકા જનસ્લ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ ઓગષ્ટ માસના મધ્ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પાડશે ત્યારબાદ એક મહિનાની મુદતમાં લોકોના વાંધા-સૂચનો મગાવાશે. અર્થાત સપ્ટેમ્બર-૨૦૨૪ના અંત સુધીમાં આ પ્રક્રિયા આટોપીને ચૂંટણીની જાહેરાત કરાશે. એવી જ રીતે વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે બીજી, સપ્ટેમ્બ-૨૦૨૧૯થી નિવૃત્ત આઈએએસ ઓફિસર સંજયપ્રસાદ સેવારત છે પરંતુ હવે બીજી સપ્ટેમ્બર- ૨૦૨૪ના રોજ તેમના હોદ્દાની ૫ વર્ષની મુદત પૂરી થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનરની મુદત પૂરી થયા બાદ તેમના હોદ્દાની મુદતમાં કોઈ વધારો (એક્સટેન્શન) અપાતું નથી એટલે કે બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ હાલના રાજ્ય ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર જ નિવૃત્ત થઈ જશે તો ચૂંટણી યોજવાની જવાબદારી કોના શિરે હશે? તો રાજ્ય સરકારે હવે સંજયપ્રસાદની નિવૃત્તિ અગાઉ કોઈ નવા રાજ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવી પડશે. જોકે, ૩૧મી જુલાઈ-૨૦૨૪ના રોજ રાજ્ય સરકારે જે ૧૭ આઈએએસ ઓફિસરોની બદલી કરી છે કે નવી જવાબદારીઓ સોંપી છે. તેમાં ખાસ કરીને આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત ૧૯૯૮ બેંચના ઓફિસર ડો. એસ. મુરલી કિષ્નાને રાજ્ય ચૂંટણી પંચના કમિશનરના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્તિ આપી છે.

ત્યારે એમ મનાય છે કે હાલના રાજ્ય ચુંટણી પંચના કમિશનરની નિવૃત્ત બાદ સપ્ટેમ્બરમાં એસ. મુરલી ક્રિષ્નાને રાજ્ય ચૂંટણી પંચના કમિશનર તરીકેની જવાબદારી સોંપાય તેવી શકયતા નકારી શકાતી નથી. ગુજરાતમાં આ ચૂંટણીઓ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે, અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને ૧૦ ટકા અનામત બેઠકો અપાતી હતી, પરંતુ આ અનવામત નક્કી કરવા માટે સરકારે હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ કે.એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં થઈઈ માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી. જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે ઘઈઈની અનામત બેઠકો ૧૦ ટકાથી વધારીને ૨૭ ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે. આ પંચના અહેવાલના આધારે (૧) ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ (૨) ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ (૩) ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-૧૯૯૪માં સુધારા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગોને અનામત આપવા માટેના વિધેયકો પણ વિધાનસભામાં મંજૂર કરાવી લીધા છે અને તેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. આમ છતાં જે તે રાજકીય કારણોસર આ સંસ્થાઓમાં ચૂંટણીઓ થઈ શકી નથી અને અહીં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર