વાંકાનેર તાલુકામાંથી ખોવાયેલ રૂ. 1.76 લાખની કિંમતના સાત મોબાઇલ શોધી મુળ માલીકને પરત કરતી પોલીસ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા સાત મોબાઇલ ફોનને પોલીસ દ્વારા CEIR એપ્લિકેશનની મદદથી શોધી કાઢી તમામ ફોનને તેના મુળ માલીકને પરત કરી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કરી બતાવ્યું છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા CEIR એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી લોકોના ખોવાયેલ કુલ રૂ. ૧,૭૬,૬૪૯ ની કિંમતના સાત મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપી ‘ તેરા તુજકો અર્પણ ‘ તથા ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કર્યું છે.