માળીયાના વિરવિદરકા ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
માળીયા (મી): માળીયા તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અલ્તાફભાઇ હસનભાઇ સંધવાણી ઉ.વ.૨૫, રહે. વિરવિદરકા, તા.માળીયા મીંયાણા, રફીકભાઇ ગફારભાઇ સંધવાણી ઉ.વ.૩૪, રહે. વિરવિદરકા, તા.માળીયા મીંયાણા, તાજમહમદભાઇ અયુબભાઇ જામ/મિયાણા ઉ.વ.૪૮, રહે. વિરવિદરકા, તા.માળીયા મીંયાણા, અકબરભાઇ હબીબભાઇ સામતાણી ઉ.વ.૩૯, રહે. ખિરઇ, તા.માળીયા મીંયાણા, કાદરભાઇ હાસમભાઇ સખાયા ઉ.વ.૫૦, રહે. સંઘના પેટ્રોલપંપ પાસે, માળીયા, તા.માળીયા મીંયાણા, જી.મોરબી, અનવરભાઇ કરીમભાઇ મોવર ઉ.વ.૨૫, રહે. સંઘના પેટ્રોલપંપ પાસે, માળીયા, તા.માળીયા મીંયાણા, રફીકભાઇ ગફુરભાઇ જામ ઉ.વ.૩૦ રહે. સંઘના પેટ્રોલપંપ પાસે, માળીયા, તા.માળીયા (મીં) વાળાને રોકડ રકમ રૂ. ૧૦,૦૭૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.