મોરબી: નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ સ્ટોર્સમાંથી 80 કિલો લોખંડની ચોરી
મોરબી: મોરબીમાં નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ સ્ટોર્સમાં રોજમદાર તરીકે નોકરી કરતો આરોપી હેડ સ્ટોર્સમાંથી ૮૦ કિલો લોખંડની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ કાયજી પ્લોટ સૃષ્ટિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૧મા રહેતા ક્ષિતીજભાઈ દેવનારાયણભાઈ વર્મા (ઉ.વ.૩૪) એ આરોપી અશોકભાઈ રામજીભાઈ ભોરણીયા રહે. નાની વાવડી તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ(સ્ટોર્સ)મા રોજમદાર તરીકે નોકરી કરતા હોય અને નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ (સ્ટોર્સ)મા રાખેલ વધારાનો લોખંડના પાઇપના ટુકડાનો પડેલ ભંગાર આશરે-૮૦ કી.ગ્રા. જેની આશરે કી.રૂ-૨૦૦૦/-ની ચોરી કરી પોતાની બોલેરો પીકઅપ ગાડી નંબર-જીજે-૩૬-ટી-૦૭૯૩ વાળીમા ભરીને ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.