Saturday, February 8, 2025

મોરબીના ટીંબડી ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામે શ્રી હરી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ સાથે નાઈટ રાઉન્ડ / પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામે શ્રી હરી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો નવઘણભાઇ બાબુભાઇ ઇટોદરા ઉવ. ૩૧ રહે. ટીબડી શ્રી હરી સોસાયટી તા-જી.મોરબી, કેશુભાઇ પ્રભુભાઇ મોડતરીયા ઉવ.૫૦ રહે. ખોડીયાર સોસાયટી ઇન્દીરાનગર સાર્માકાંઠે તા-જી મોરબી, વિનોદભાઇ રસીકભાઇ વિંઝવાડીયા ઉવ-૩૨ રહે. વાંકાનેર જીનપર ગૌશાળા પાસે તા. વાંકાનેર, ઉમેશભાઈ ભીખાભાઇ બાબરીયા ઉવ-૨૯ રહે. ટીંબડી ગામ શ્રીહરી સોસાયટી તા-જી મોરબીવાળાને રોકડ રૂ.૫૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર