જીતનો સ્વાદ ચાખ્યા બાદ મોરબીનાં સાંસદ ગાયબ !!!
મોરબીમાં પ્રજાના બેહાલ અને સાંસદ ગાયબ હોઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
હાલમાંજ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાતમાં ભાજપને 26 માંથી 25 સીટ પર મેળવી છે જેમાંથી આજે અમારે લોકસભા સીટ નંબર – ૧ ની વાત કરવી છે.
સૌ પ્રથમ લોકસભા સીટ નંબર – ૧ વિશે જણાવી દવ લોક સીટ નંબર – ૧ એટલે કચ્છ લોકસભા સીટ છે જેમાં મોરબીનાં માળીયા વિધાનસભા વિસ્તાર અને આખા મોરબી શહેર વિસ્તારનો સમાવેશ થાય છે જેના સાંસદ છે વિનોદ ચાવડા કે જેવો સતત ત્રીજી વખત સાંસદ આ લોકસભા સીટ પર ચૂંટાઈને આવ્યા છે.
વાત હવે મોરબી ની કરીએ તો મોરબી અને માળિયાના ની પરિસ્થિતિઓ થી આપ સહુ વાકેફ જ કે કઈ રીતે લોકોને હાલાકી પડી રહી છે ચાહે તે પાણી નો પ્રશ્ન હોઈ,રોડ રસ્તાનો હોઈ કે ખેડૂતો નો હોઈ કે પછી વ્યપારને લગતા પ્રશ્નો હોઈ કે લેન્ડગ્રેબિંગ સહિતનાં તમામ મુદ્દે હાલ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને મોરબી નગરપાલિકામાં ચાલતા અણધડ વહીવટ થી મોરબી વાસીઓ તોબા તોબા પોકારી ઉઠ્યા છે અને આખું મોરબી શહેર હાલની હાલત નર્કાગાર જેવી થઈ ગઈ છે.
ત્યારે થોડા સમય પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા સીટમાં મોરબી શહેર સાંસદ વિનોદ ચાવડાનું નાક બચાવી અને 60 હજારથી વધુની લીડ આપી હતી.પરંતુ વિનોદભાઈ જાણે મોરબી માંથી ગાયબ થઈ ગયા હોઈ તેવું હાલ લાગી રહ્યું છે જીતનો સ્વાદ ચાખ્યા બાદ ચૂંટણી સમયે આપેલા વાયદા ભૂલી અને લોકોને પોતાના હાલ પર છોડી દીધા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેર અને માળીયા વિધાન સભાના ગામોમાં પીવાના પાણી ની અને ખેડૂતોને પિયત માટે એકલા હાથે લડાઈ લડવા માટે મજબૂર થતા આપે અનેક સમાચાર જોયા અને વાંચ્યા છે ત્યારે સાંસદ તરીકે વિનોદ ચાવડા ની જે ભૂમિકા હોવી જોઈએ તે જોવા મળી નથી ત્યારે આજે મોરબી માંથી લોક મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મોરબીનાં લોકોને તો લોક પ્રશ્ને એકલા હાથે જ લડવા મજબૂર થવું પડી રહ્યું છે તો મોરબીમાં સાંસદ ને ચૂંટવા નો ફાયદો શું ??