ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા માધાપરવાડી શાળામાં ઉર્જા સેમિનાર યોજાયો
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે, બાળક વાંચેલું ભૂલી જાય છે, સાંભળેલું થોડું થોડું સમજાય છે પણ જોયેલું, સાંભળેલું અને જાતે કરેલું વ્યવસ્થિત સમજાઈ જાય છે.
સમજપૂર્વકનું જ્ઞાન મેળવે એ માટે મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા અંગેનો સેમિનાર યોજાયો શરૂઆતમાં લોકવિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટનું શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી. વડસોલાએ પુસ્તક આપી આવકાર્યા હતા, ત્યારબાદ દિપેનભાઈ ભટ્ટે બંને શાળાના ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓને સ્લાઈડ દ્વારા વિવિધ ઉર્જા સ્રોતો વિશે, પરંપરાગત ઉર્જા અને બિન પરંપરાગત ઉર્જા સ્રોતો વિશે સચિત્ર સમજ આપી વધુને વધુ પરંપરાગત ઉર્જા સ્રોતો જેવાકે સોલાર ઉર્જા, પવન ઉર્જા, જળઉર્જા વગેરેનો ઉપયોગ કરી બનતા સાધનો સોલાર રફ ટોપ, સોલાર વોટર, પવનચક્કી, સોલાર કુકર વગેરે સાધનો દ્વારા કુદરતી ઉર્જાનો ઉપયોગ કરવાની સમજ વિસ્તૃત સમજ આપી હતી.