ટંકારામાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત
ટંકારા: ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં રહેતા મોહમદકુર્શીદ મોહમદયુસુફ ઉ.વ.૩૪વાળાને ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.