ટંકારામાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
ટંકારા: યુવકએ આરોપીના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આરોપી યુવક પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી આરોપીએ યુવક પાસે આવી પોતાના રૂપીયા પરત આપી દેવા બાબતે કહેતા યુવકે તેના ભાઈ પાસેથી લઈ લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા આરોપી બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી તથા ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયા (ઉ.વ.૩૮) એ આરોપી શાહરૂખ આરીફભાઈ પરમાર તથા ઇરફાન પરમાર રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી શાહરુખના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આરોપી શાહરૂખને ફરીયાદી પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી આરોપી શાહરૂખ ફરીયાદી પાસે આવી પોતાના રૂપીયા પરત આપી દેવા બાબતે કહેતા ફરીયાદીએ તેના ભાઈ પાસેથી લઈ લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ ફરીયાદી પર છરી વડે હુમલો કરી ઈજા કરી ફરીયાદીને ધોકા વડે માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.