Thursday, October 31, 2024

મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગ્લુટ્રેપ જેને ગ્લુબોર્ડ અથવા સ્ટીકીટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિનઘાતક અથવા પ્રતિબંધ પ્રકાર છે. જેનો ઉપયોગ મોટા ભાગે ઉદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટેપ)વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે તો ગુંદરની જાળમાં પકડાયાપછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામ ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનિય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિઓ પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંતકૃર પધ્ધતિ ન અપનાવવા ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર મોરબી જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગરના નોટીફીકેશન(નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે. જે બાબતે પ્રાણી કૃરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે મોરબી જિલ્લામાં આ જોગવાઈનું ચુસ્ત્પણે અમલવારી કરવાની રહેશે. આ સુચનાઓનો ભંગકરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ સભ્ય સચિવ સહ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સોસાયટીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર