મેઇન્ટેનન્સની કામગીરી: મોરબી શહેરના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે
મોરબી: આવતીકાલ તા. ૩૧- ૦૭- ૨૦૨૪ ના બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર તેમજ મુનનગર સવારે ૭:૩૦ થી બપોરના ૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.
જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
તેમજ અવધ ફીડર સવારે ૮:૦૦ થી બપોરના ૨:૩૦ સુધી બંધ રહેશે જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.