હળવદ સરા ચોકડી ખાતેથી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો
હળવદ: હળવદ સરા ચોકડી ખાતે રોડ પરથી એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ૨૪ બોટલ વિદેશી દારૂ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ સરા ચોકડી ખાતે રોડ પર આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ સોરીયા (ઉ.વ.૨૧) રહે. ઘુંટુ ગામ તા. મોરબીવાળો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૮૪૦૦ નો મુદ્દામાલ પોતાના કબ્જા ભોગવટામા રાખી સરકારી એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન હેરાફેરી કરતા મુદ્દામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.