Saturday, September 21, 2024

માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણી માટેનો કામચલાઉ કાર્યક્રમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અનુસાર તા. ૨૯/૦૭/૨૦૨૪ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી) ની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૦૭/૦૮/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ હળવદ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા તારીખ ૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં આ દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.

તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને હળવદ પ્રાંત અધિકારીની ધાર્મિક ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર