ટંકારાના ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના ગણેશપર ગામે કોઈ કારણસર તળાવમાં ડૂબી જતાં ખેત શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ દાહોદ જીલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા મહેશભાઈ રૂપસીંગભાઈ મોહનીયા (ઉ.વ.૨૪) કોઈ કારણસર ગણેશપર ગામની ડેરીવાળી સીમમાં આવેલ પાણી ભરેલ તળાવમાં પડી ડૂબી જતાં મહેશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.