Friday, September 20, 2024

તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં શ્રી માથક પે સેન્ટર શાળાનો ડંકો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અંડર-14 કેટેગરીમાં ગોળાફેંક, ચક્રફેંક, લાંબીકુદ, ઉંચી કુદ, 100 મીટર દોડમાં માથકના બાળકો ઝડકયા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી- મોરબી દ્વારા સંચાલિત હળવદ તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં શ્રી માથક પે સેન્ટર શાળાના બાળકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

સદભાવના વિદ્યાલય હળવદ ખાતે આયોજિત તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં હળવદ તાલુકાની અલગ અલગ સરકારી તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ અંડર-14, અંડર-17 અને અંડર-19 જેવી અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં શ્રી માથક પે સેન્ટર શાળાના 11 બાળકોએ 100 મીટર દોડ, 200 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક, લાંબીકુદ, ઉંચીકુદ જેવી રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોની તથા શિક્ષકોની મહેનત રંગ લાવી હોય તેમ બાળકોએ દરેક રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ત્રણ રમતમાં પ્રથમ અને ત્રણ રમતમાં તૃતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

જેમાં ધોરણ-8 ના ઝાલા બ્રિજરાજસિંહે ચક્રફેકમાં પ્રથમ, ધોરણ-8 ના જ જેતપરા ઉમંગે ગોળાફેંકમાં પ્રથમ તથા ધોરણ-8 ની દલસાણીયા સેજલે 100 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત ધોરણ-8 ની દલસાણીયા સેજલે લાંબીકુદમાં તૃતીય, ધોરણ-7 ની કોળી ક્રિષ્નાએ ઊંચીકુદમાં તૃતીય અને ધોરણ-7 ના રજપૂત ધર્મવીરસિંહે ઉંચીકુદમાં તૃતીય સ્થાન મેળવી શાળાનું તથા ગામનું ગૌરવ વધાર્યું છે.

તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં ઝળહળતી સફળતા મેળવનાર સ્પર્ધક વિદ્યાર્થીઓ તથા બાળકોને સફળતા અપાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન અને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષકો મનદીપભાઈ ગોસ્વામી તથા કલ્પેશભાઈ મકવાણા પર ચારે તરફથી અભિનંદનવર્ષા થઈ રહી છે. ઘણા સમયથી અથાગ મહેનત કરતા બાળકો અને શિક્ષકોની મહેનત ફળી હોય બાળકોના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા. સફળતા મેળવનાર તમામ બાળકોને શાળાના આચાર્ય નરેશભાઈ સોનગ્રા તથા શાળા પરિવારના શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર