માળીયા: બેફામ ટ્રક ચલાવી ગાયત્રી વે બ્રીજમા 4 લાખનુ નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ
માળીયા (મી): માળિયાના નવલખી પોર્ટ ઉપર આવેલ ગાયત્રી વે બ્રીજમા બેફામ ટ્રક ચાલાવી રૂપિયા ચાર લાખનું નુકસાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા અસલમભાઈ અભ્રામભાઈ કચા (ઉ.વ.૨૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે- ૦૩-બી.ટી.-૭૪૧૪ના ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નં- જીજે -૦૩- બી.ટી.-૭૪૧૪ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ગાયત્રી વે બ્રીજના પ્લેટફોર્મ ઉપર આવી જોરદાર બ્રેક મારેલ અને બાદ બીજી વખત ટ્રકને એકદમ આગળ લેતા વે બ્રીજનુ પ્લેટફોર્મ તેની મુળ જગ્યાએથી નીચે પડી જતા અને વે બ્રીજના લોડ સેલ નંગ-૦૮ તુટી જતા વે બ્રીજમા અંદાજીત કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- નુ નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.