મોરબી: શીવમ હાઇટ્સમા કામ કરતી વખતે માથા પર ઈંટ પડતા યુવાનનું મોત
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે શિવમ હાઇટ્સમા કામ કરતી વખતે ઉપરથી ઈંટ પડતા યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જયકુમાર રાધેલાલ યાદવ (ઉ.વ.૩૯) રહે. મીલન પાર્ક મહેન્દ્રનગર મોરબીવાળા શિવમ હાઇટ્સમા કામ કરતા હતા ત્યારે ઈંટ માથાના ભાગે પડતા ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલ મોરબીમાં લઈ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ચાલુ સારવાર દરમ્યાન જયકુમાર નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.