Friday, October 18, 2024

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ત્રીજું વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા સેવા પરમો ધર્મ સંકલ્પને વેગ આપવા ક્લબ દ્વારા ત્રીજા વિના મૂલ્યે આરોગ્ય ચેકઅપ કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું.

જ્યારે મોરબી અને મોરબી જિલ્લામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અનેક સેવાના પ્રકલ્પો ચાલે છે ત્યારે વધુ એક આરોગ્ય લક્ષી સેવા માં ઉમેરો કરવામાં આવેલ જેમાં પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટી સામે જી’નામ ક્લિનિક ખાતે રાજનગર અને પંચાસર રોડ વિસ્તારના જરૂરિયાત વાળા લોકો માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ કરી આપવામાં આવશે.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેરણા સ્ત્રોત અને લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિષ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ સેવાને લોકોની સુખાકારી માટે લોક સેવાયે સમર્પણમ્ કરી સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા,સેક્રેટરી લાત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. મણીભાઈ કાવર, લા. નાનજીભાઈ મોરડીયા લા.પી.એ. કાલરીયા, લા. મહાદેવભાઈ ચીખલીયા ઉપસ્થિત રહયા ત્યારે ડૉ એકતા બેન ભટાસણા દ્વારા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે ક્લબના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા અને PST ટીમ દ્વારા માનદ સેવા આપનાર જીનામ ક્લિનિકના ડૉ. એકતાબેન ભટાસણા અને ડૉ મનીષભાઈ ભટાસણા ડૉ. હસ્તિબેન ભાટીયા, ભુદરભાઈ ભટાસણાનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું અને તેમની સેવાને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

તેમજ રમેશભાઈ રૂપાલા દ્વારા જણાવવામાં આવ્યું કે પંચાસર રોડ ઉપર વધુમાં વધુ લોકો આ વિનામૂલ્યે આરોગ્ય ચેક અપનો લાભ લે અને પોતાના આરોય માટે વધુ જાગૃત બને.

આજના આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા ક્લબના મેમ્બરો અને પ્રોજેકટ ચેરમેન લા. રશ્મિકા રૂપાલાએ જહેમત ઉઠાવેલ.

ત્યારે આ ઉદ્દઘાટન પ્રસંગે આ વિસ્તારમાંથી ઉપસ્થિત ૩૦ થી વધારે લોકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો ત્યારે આ માનદ્ સેવા આપનાર ડૉ ટીમનો કલબના સેક્રેટરી લાત્રિભોવનભાઈ સી. ફુલતરિયા દ્વારા આભાર વ્યક્ત કરીને આ સેવા કાર્યને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર