મોરબીમાં ઉછીના રૂપિયા પરત માગતા ખોટુ સોદાખત બનાવી કર્યું અપહરણ
મોરબી: મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે છેતરપીંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવકના ભાઈએ આરોપીને ધીરાણ ભરવા માટે રૂ.૮ લાખ આપેલ તેમજ યુવકના ભાઈને જમીન લેવા માટે સોદાખત કરવાનું કહી આરોપીએ રૂ. ૧૦ લાખ લીધેલ હોય જેથી યુવકના ભાઈ ઉછીના રૂપિયા પાછા લેવા જતા આરોપીએ યુવકનાં ભાઈના નામનું ખોટુ સોદાખત બનાવી છેતરપીંડી કરી યુવકનાં ભાઈને આરોપીએ ઓફિસેથી અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આશોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા (ઉ.વ.૪૦) એ આરોપી જીતેન્દ્ર આયદાનભાઈ ગજીયા રહે. વાવડી રોડ ભક્તિનગર -૧ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના ભાઇ જીતેન્દ્રભાઇ કૈલાએ આરોપીને ધીરાણ ભરવા માટે રૂ.૮,૦૦,૦૦૦/- આપેલ હોય તેમજ ફરીયાદીના ભાઇને જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી આરોપીએ રૂ.૧૦,૦૦,૦૦૦/- લીધેલ હોય જેથી ફરીયાદીના ભાઇ તેના ઉછીના આપેલ રૂપીયા લેવા માટે આરોપીની ઓફીસે જતા ફરીયાદીના ભાઇના પત્નીને વીડીયોકોલ કરી આરોપીએ રૂપીયા આપી દીધેલનુ કહી ફોન કાપી નાખી તેમજ ફરીયાદીના ભાઇ જીતેન્દ્રભાઇ કૈલાના નામનુ ખોટુ સોદાખત બનાવી છેતરપીંડી ગુનાહિત વિશ્વાસઘાત કરી ફરીયાદીના ભાઇને તેની ઓફીસેથી અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોધી રાખ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.