Friday, October 18, 2024

મોરબી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ડૂબી ગયેલ ત્રણ યુવકોના મૃતદેહ બહાર કઢાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ડૂબી ગયેલ ત્રણ યુવાનોના મૃતદેહ આજે મોરબી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ અલગ અલગ ત્રણ જગ્યાએ ડૂબી ગયેલ ત્રણ યુવકોના મૃતદેહ શોધી કાઢવા માટે મોરબી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી ત્રણ જગ્યાએ ડૂબી ગયેલ યુવકોના મૃતદેહ બહાર કઢાયા હતા. જેમાં મોરબીના જોધપર મચ્છુ ડેમ -૦૨ માથી ચંદુભાઈ નરસીભાઈ અગેસનિયા (ઉ.વ.૪૦) રહે. કબીર ટેકરી તથા જુના રફાળીયા રોડ પર મિલેનિયમ પેપર મીલની બાજુમાં કેનાલમાં ડુબી ગયેલ આકાશ ચંદ્રપાલ વર્મા (ઉ.વ.૨૫) રહે. દવગામ જિલ્લા : સુમિરપુર રાજસ્થાન અને રાજપર થી કુંતાસી જતા ચેકડેમમાં ડૂબી ગયેલ રામજીભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ.૩૮) રહે. કુંતાસી ગામ તા. માળીયા (મી) વાળા સહિત ત્રણ યુવાનોના મૃતદેહ મોરબી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ મોરબી ફાયર વિભાગની ટીમે ઓછા સ્ટાફે પોતાની કામગીરી કરી ફરજ બજાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર