મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી બાયપાસ ધરમપુર ગામની સીમમાં જુના આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આનંદ નરભેરામભાઈ આદ્રોજા ઉ.વ.૩૪ રહે. મોરબી બાયપાસ સત્કાર પાર્ટી પ્લોટની સામે અંજલી એપાર્ટમેન્ટ તા. જી. મોરબીવાળા મોરબી બાયપાસ ધરમપુર ગામની સીમ જુના આર.ટી.ઓ. કચેરીની બાજુમાં મચ્છુ નંદીમાં ગણેશ વિસર્જનની જગ્યાએ પાણીમા ડુબી જતા આનંદ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.