હળવદના રણમલપુર ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ સન્યુક્ત બાતમીના આધારે હળવદ તાલુકાના રણમલપુર થી કંકાવટી જવાના પાકા રસ્તે ડીવીઝનથી પચાસ મીટર આગળ રોડની બાજુમાં ખરાબામાં ઈંગ્લીશ દારૂનના ચપલા નંગ -૫૫૭ કિં રૂ. ૫૫,૭૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪,૨૦૦ મળી કુલ કિં.રૂ. ૫૯,૯૦૦/-ના મુદામાલ સાથે આરોપી ગુગાભાઇ પ્રભુભાઇ ઉડેચા ઉ.વ.૪૬ તથા કમલેશભાઇ છગનભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે. બંને રણમલપુર તા.હળવદ અને નરેશ ઉર્ફે નરેન્દ્રભાઇ મુળજીભાઇ ચમાર ઉ.વ.૩૮ રહે. કંકાવટી તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.