મોરબીના રફાળેશ્વર ગામે પરિવાર પર જીવલેણ હથિયારો સાથે આઠ શખ્સોનો હુમલો
મોરબી: મોરબીમાં મહિલાના દિકરાને ઝઘડો થતા ક્રેટા કારમાં નુકસાન થયેલ હોય જે રીપેર કરવા માટે આરોપીને આપતા કાર રીપેર થઈ જતા વીમા કંપની તરફથી રૂપિયા ઓછા મળતા તે બાબતે સાણંદભાઈ સાથે વાત કરતા તેનો ખાર રાખી આરોપીઓ પોતાની ગાડીમાં જીવલેણ હથિયાર ધારણ કરી મહિલાના ઘરે જઈ મહિલા સહિત ચાર વ્યક્તિને છરી વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા વિસ્તારમાં રહેતી એક મહિલાએ આરોપી સંજયભાઇ ગઢવી, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, રાજેશ કિશોરભાઇ સુમેસરા, ભુરો કિશોરભાઇ સુમેસરા, અજય જગદીશભાઇ ચૌહાણ, પીન્ટુ પરમાર, દીપો ગઢવી તથા અજાણ્યા માણસો તપાસમાં ખુલ્લે તે બધા રહે.રફાળેશ્વર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દીકરા પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝગડો થતા નુકશાન થયેલ હોય જે કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી સંજય ગઢવીના બનેવી સાણંદભાઇને આપેલ હોય જે કાર રીપેર થઇ જતા વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળતા તે બાબતે સાણંદભાઇ સાથે વાત કરતા તેનો ખાર રાખી આરોપી સંજયભાઇ ફરીયાદિના ઘર પાસે પોતાની લાલ કલરની ગાડીમાં પીસ્તોલ જેવા હથીયાર લઇ આવી અને તેની પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં તથા કારમાં લાકડાના ધોકા, છરી, ધારીયા, લોખંડના પાઇપ જેવા હથીયાર ધારણ કરી ફરીયાદિ ઘર પાસે આવી ફરીયાદીની છેડતી કરી ફરિયાદીને છરી વડે ઈજા કરી હતી તથા સાહેદ મનહરભાઈ છરી વડે ઇજા કરી અને ફરિયાદીના પતિ ગીરધરભાઇને રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી માથે ચડાવાનો પ્રયત્ન કરતા ફરીયાદીની દીકરી રાધાબેન બચાવવા વચ્ચે પડતા તેને માથામાં મુંઢ ઇજા થયેલ અને આરોપીઓએ ફરીયાદિના એકટીવા મો.સા. રજી. નં.GJ-36-AE-1699 ને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)