પ્રજાના પૈસા અંધારામાં : લાખો રૂપિયાના સ્ટ્રીટ પોલ નાંખ્યા પણ લાઈટ નાખતા ભૂલી ગયા??
મોરબીના વહીવટી તંત્ર કઈ પ્રકારની કામગીરી કરે છે તેનો બેજોડ નમૂનો
મોરબીના રવાપર ચોકડીએ થી દલવાડી ચોકડી સુધી આજથી 6 થી 8 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી શરૂ કરી હતી.થોડા જ દિવસોમાં સ્ટ્રીટ લાઈટ ના પોલ ઉભા પણ કરી દેવામાં આવ્યા પરંતુ કેટલાય મહિનાઓ વીતવા છતાં તે પોલ પર આજ દિવસ સુધી લાઈટો નાખવામાં આવી નથી ત્યારે સવાલ એ થાય કે શું ફક્ત પોલ નાખવા પૂરતી જ કામગીરી કરવાની હતી કે પછી પોલ પર સ્ટ્રીટ લાઈટો નાખતા ભૂલી ગયા હશે.
પરંતુ આ બધી વાતો વચ્ચે હાલ લોકો ના ટેક્સ ના લાખો રૂપિયા પણ ગયા અને સ્થિતિ ઠેર ને ઠેર અંધારા ને અંધારા રહ્યા રોડ પર જેના કારણે હાલ રોડ પર બેઠેલા પશુઓ પણ દેખાતા નથી જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે ચક્રવાત ન્યુઝ આ બાબતે આ સમાચાર ના માધ્યમથી તંત્રને અપીલ કરી રહ્યું છે કે આ સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવે અને જલ્દી થી જલ્દી શરૂ કરવામાં આવે