Wednesday, October 30, 2024

પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે વળતરનું ચક્રવૃદ્ધિ વ્યાજ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સહજીવી પાક આવકની સાથે પાક સંરક્ષણ માટે પણ લાભદાયી

સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે અનેક યોજનાઓની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વનું ઈંધણ સાબિત થઈ રહી છે ત્યારે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વધુ સારી આવક મેળવી રહ્યા છે. ઉપરાંત સારું એવું પાક સંવર્ધન પણ કરી રહ્યા છે.

મિશ્ર પાક પદ્ધતિમાં બે પાક સહજીવી રીતે એક બીજા ઉપર આધારિત રહેતા હોવાથી પાકનું સારી રીતે સંવર્ધન થાય છે ઉપરાંત એક જ સિઝનમાં બે પાક લઈ શકાતા હોવાથી ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે. સહજીવી કે મિશ્ર પાક પદ્ધતિ અપનાવતી વખતે ખેડૂતોએ કેટલીક બાબતોની તકેદારી રાખવાની રહે છે. જેની વાત કરીએ તો જ્યારે મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસુર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે. જ્યારે મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. જેમ કે, કપાસ તેમજ તુવેરના મૂળ ઊંડા જાય છે જ્યારે મગ અને અડદના મૂળ મુખ્યત્વે ઉપર રહેતા હોય છે.

સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધી અથવા એક તૃતીયાંશ વય મર્યાદાનો હોવો જોઈએ. એટલે કે, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ જેમકે સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ પણ વાવી શકાય છે. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેઓ હોવો જોઈએ. જેથી સહજીવી પાક તરીકે મુખ્યત્વે બધા જ પ્રકારના દ્વિદળ વર્ગીય તેમજ તરબૂચ ચીભડા કાકડી વગેરે લઈ શકાય.

જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો સહજ એવી પાક તેઓ લેવો જોઈએ જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય જેમ કે શેરડીમાં હળદર તેમજ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય જેમ કે, બધા જ પ્રકારના કઠોળ વર્ગના પાક સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થશે જેમકે મકાઈ ગલગોટા ચોળી રાઈ બાજરો વગેરે આ પ્રકારના મિશ્ર પાક સારા સાબિત થઈ શકે છે.

આમ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્ર પાક ની પદ્ધતિ અપનાવી યોગ્ય તકેદારી રાખી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે તેમજ સારી એવી આવક પણ મેળવી શકાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર