મોરબી વાસીઓને વરસાદનું ગુડ મોર્નિંગ: વહેલી સવારથી વરસાદ
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેથી ધરતી પુત્રો વરસાદી માહોલથી ખુશ
હવામાન વિભાગનાની આગાહી મુજબ હાલ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર નાં પોરબંદર જુનાગઢ જામનગર સહિત ઘેડ પંથક ની અંદર જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ગુજરાતના સુરત,નવસારી,સહિત કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે આગાહી મુજબ ગઈકાલે બપોર બાદ મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ગઈકાલે મોડી સાંજથી ઘટા ટોપ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે આ ધીમીધારે વરસાદ વરસતા ધરતીપુત્ર ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે ત્યારે હાલમાં જે એક રહુ વાતાવરણ બની ગયું છે ત્યારે આગામી એક-બે દિવસ સારા વરસાદની આશા રાખી શકાય.
છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો
માળીયા તાલુકામાં 15 મીમી વરસાદ, મોરબી શહેર/તાલુકામાં 19 મીમી વરસાદ, ટંકારા તાલુકામાં 36 મીમી વરસાદ, વાંકાનેર તાલુકામાં 09 મીમી વરસાદ તો હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.